IPL

લોર્ડ શાર્દુલ ઠાકુરે IPL 2023માં ફાસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરાબરી

Pic- Feature cricket

કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારીને ટીમને 200 સુધી પહોંચાડી દીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં સાતમા નંબરે ઉતરીને શાર્દુલે કરેલી તબાહી જોઈને બેંગ્લોરના તમામ બોલરો ભાગી ગયા હતા.

શાર્દુલ ઠાકુરે પણ 20માં 50 રન પૂરા કરતાની સાથે જ એક મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે IPL 2023માં સૌથી ઝડપી અર્ધશતકના મામલે જોસ બટલરની બરાબરી કરી લીધી છે, જેણે 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતાના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની આ પ્રથમ ફિફ્ટી છે. શાર્દુલ જ્યારે મેદાન પર ઉતર્યો ત્યારે કોલકાતાની ટીમ ઘણી મુશ્કેલીમાં હતી. ટીમે એક જ ઓવરમાં ગુરબાજ અને આન્દ્રે રસેલની વિકેટ ગુમાવી દીધી હતી. આરસીબી શક્ય તેટલી વહેલી તકે કોલકાતાને સમેટી લેવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ શાર્દુલે બેંગ્લોર માટે આખી પાર્ટી બગાડી દીધી.

IPL 2023માં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ જોસ બટલર અને શાર્દુલ ઠાકુરના નામે છે, બંનેએ 20-20 બોલમાં અડધી સદી ફટકારી છે. ત્રીજા નંબર પર લખનૌ સુપર જાયન્ટ્સનો કાયલ મેયર્સ છે, જેણે 21 બોલમાં આ કારનામું કર્યું છે.

IPL 2023માં સૌથી ઝડપી ફિફ્ટી

20 બોલ – શાર્દુલ ઠાકુર*
20 બોલ – જોસ બટલર
21 બોલ – કાયલ મેયર્સ
23 બોલ – ઋતુરાજ ગાયકવાડ
25 બોલ – ઋતુરાજ ગાયકવાડ

Exit mobile version