IPL

CSK ટીમના કેપ્ટન બનવાથી જાડેજાને કેવી તકલીફ થઈ, અઝારુદ્દીને ખુલાસો કર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આઈપીએલ સીઝન 2022 માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે અચાનક તેણે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી અને એમએસ ધોનીને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.

CSK તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે જાડેજા કેપ્ટનશિપના દબાણમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેણે ફરીથી ધોનીને આ જવાબદારી નિભાવવા કહ્યું, જે માહીએ સ્વીકાર્યું. જાડેજાએ આ સિઝનમાં આઠ મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું, જેમાં ચેન્નાઈએ બેમાં જીત મેળવી હતી અને છ મેચ હારી હતી.

હવે CSK ટીમની કેપ્ટનશિપને લઈને જે કંઈ પણ થયું તેની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝારુદ્દીને કહ્યું કે મને ખબર નથી કે ચેન્નાઈએ આખરે રવિન્દ્ર જાડેજાને કેપ્ટન કેમ બનાવ્યો. સાચું કહું તો તે પછી જાડેજાની રમત સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ હતી. તે એક શાનદાર ફિલ્ડર છે, પરંતુ આ મેચો દરમિયાન તેણે કેટલાક ખૂબ જ સરળ કેચ છોડ્યા હતા. જો એમએસ ધોની પ્લેઈંગ ઈલેવનમાં હોય તો તે ટીમનો કેપ્ટન હોવો જોઈએ.

તમને જણાવી દઈએ કે એમએસ ધોની હવે ફરીથી CSK ટીમનો કેપ્ટન બની ગયો છે અને આ સિઝનમાં તે નવમી મેચથી ટીમની કમાન સંભાળશે. ધોની CSK ટીમનો સૌથી સફળ કેપ્ટન છે અને તેણે અત્યાર સુધી 204 મેચોમાં આ ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 121 મેચ જીતી છે જ્યારે 82 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે કેપ્ટન તરીકે 9 આઈપીએલ ફાઈનલ રમી છે જેમાંથી આ ટીમ 4 વખત ચેમ્પિયન બની છે. હવે સવાલ એ છે કે શું ધોની ફરીથી ટીમનો કેપ્ટન બન્યા બાદ ટીમને પ્લેઓફમાં લઈ જશે.

Exit mobile version