દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે IPL ૨૦૨૫ની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ૧૭ બોલમાં ૧૬ રનની ધીમી ઇનિંગ રમી, જેમાં એક સિક્સર ફટકારી. આમ છતાં, ધોનીએ ઘણા ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા.
ધોની આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ઇનિંગ્સમાં ઓછામાં ઓછી એક છગ્ગો ફટકારવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ ૧૩૬મી ઇનિંગ છે જેમાં ધોનીએ ઓછામાં ઓછી એક સિક્સર ફટકારી છે. તેણે આ યાદીમાં રોહિત શર્મા (૧૩૫ ઇનિંગ્સ) ને પાછળ છોડી દીધો.
ધોનીએ ટી-20 ક્રિકેટમાં 350 છગ્ગા પણ પૂરા કર્યા છે અને આમ કરનાર ભારતનો ચોથો ક્રિકેટર બન્યો છે. તેમના પહેલા ફક્ત રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે જ આ સિદ્ધિ મેળવી હતી. જોકે, લક્ષ્યનો પીછો કરવા આવેલા રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનએ પણ તેના પછી આ આંકડો હાંસલ કર્યો.
જોકે, આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળતા ચેન્નાઈએ 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા. જેમાં આયુષ મ્હાત્રેએ 43 રન, દેવાલ્ડ બ્રેવિસે 42 રન અને શિવમ દુબેએ 39 રન બનાવ્યા હતા.
જવાબમાં, રાજસ્થાનની ટીમે ૧૭.૧ ઓવરમાં માત્ર ૪ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ 57 રન, સંજુ સેમસને 41 રન, યશસ્વી જયસ્વાલે 36 રન અને ધ્રુવ જુરેલે 31 રન બનાવ્યા હતા.
