IPL

IPL: ઇજાગ્રસ્ત એડમ મિલ્નેના સ્થાને CSKમાં જોડાયો શ્રીલંકાનો જુનિયર મલીંગા

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્નેની ઈજા બાદ CSK દ્વારા તેના સ્થાને મથિશા પથિરાનાને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે CSK ની શરૂઆતની મેચમાં મિલને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

મિલનેના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં સામેલ થયેલા પથિરાના 19 વર્ષીય શ્રીલંકાના મધ્યમ ઝડપી બોલર છે. મથિશા પથિરાના 2020 અને 2022માં શ્રીલંકાની U19 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતી. CSKએ તેને 20 લાખની કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

IPLમાં રિપ્લેસમેન્ટ પ્લેયર્સની યાદીમાં સામેલ થનારી મથિશા પથિરાના છઠો ખેલાડી બની ગઈ છે. જોકે, CSKએ હજુ દીપક ચહરના સ્થાનની જાહેરાત કરવાની બાકી છે. દીપક ચહરને ચેન્નાઈએ 14 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ ઈજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

Exit mobile version