અલી અને મજબૂત ઓપનર રોબિન ઉથપ્પા ટીમમાં સામેલ થતાં ટીમને ફાયદો થયો છે…
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ બેટિંગ કોચ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ હસી પાછલા સીઝનની ખરાબ યાદોને ભૂલીને નવી સીઝનમાં ફરીથી ખિતાબ જીતવાની તૈયારી કરી રહ્યો છે. માઇકલ હસીએ આઈપીએલની 14મી સીઝનની શરૂઆત પહેલા ટીમની તૈયારીઓ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે આ વખતે તેની ટીમ વધુ સારી રીતે તૈયાર છે અને યુવા ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમની મદદથી ચોથું ટાઇટલ જીતવા માટે કામ કરશે.
આઇપીએલમાં 59 મેચ રમનારા માઇકલ છેલ્લા કેટલાક સમયથી બેટિંગ કોચ તરીકે સીએસકેની ટીમ સાથે સંકળાયેલા છે. 14 મી સીઝન પહેલા ટીમના જોડાણ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સીએસકેની ટીમ ગત વર્ષ કરતા આ વર્ષે વધુ સંતુલિત લાગે છે અને તેની ટીમના મોટાભાગના વિભાગમાં ઉડાઈ છે. ઓલરાઉન્ડર મોઇન અલી અને મજબૂત ઓપનર રોબિન ઉથપ્પા ટીમમાં સામેલ થતાં ટીમને ફાયદો થયો છે.
કૃષ્ણપ્પા ગૌતમ એક દુર્લભ પ્રતિભા છે, જેની સાથે અમે આવનારા સમય માટે ઘણી સારી યોજનાઓ તૈયાર કરી છે. આ ખેલાડી ચોથી વખત અમને ખિતાબ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
આઈપીએલની છેલ્લી સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે બહુ ખાસ નહોતી અને તે આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર પ્લે ઓફમાં પહોંચી નહોતી. તે જ સમયે, સમાચારો અનુસાર, સીએસકેના કેપ્ટન એમએસ ધોની તેની છેલ્લી આઈપીએલ રમવા ઉતરશે, તેથી તે ચોથી ટાઇટલ સાથે ટૂર્નામેન્ટનો અંત લાવવા માંગશે.

