IPL

માઈક હસ્સી: ધોની પછી આ ખેલાડી CSKનો આગામી કેપ્ટન બની શકે છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની કપ્તાની હેઠળ CSKને ચાર IPL જીત અપાવી છે.

હવે તે IPLમાંથી પણ નિવૃત્તિ લેવાના આરે છે. આવી સ્થિતિમાં ધોની પછી CSKની કેપ્ટનશીપ કોણ કરશે? આ ચર્ચાનો વિષય બન્યો છે.

જોકે CSK ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, CSKના બેટિંગ કોચ માઈક હસ્સીએ રુતુરાજ ગાયકવાડમાં ધોની જેવું સામ્ય જોયું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા હસીએ કહ્યું, “મને ખાતરી નથી કે CSKએ ભવિષ્ય માટે શું આયોજન કર્યું છે, પરંતુ ધોનીની જેમ રુતુરાજ પણ ખૂબ જ શાંત છે.”

હસીએ વધુમાં ઉમેર્યું, “જ્યારે ધોની જેવા દબાણને હેન્ડલ કરવાની વાત આવે છે ત્યારે તે ખરેખર શાંત હોય છે અને તે રમતને સારી રીતે વાંચે છે. મેં અગાઉ કહ્યું તેમ, તે ખૂબ જ બુદ્ધિશાળી છે અને મને લાગે છે કે લોકો તેના સ્વભાવ, પાત્ર અને વ્યક્તિત્વને કારણે તેના તરફ આકર્ષાય છે. તેની પાસે કેટલાક ઉત્તમ નેતૃત્વ ગુણો છે.”

નોંધનીય છે કે CSKએ IPLની છેલ્લી સિઝનમાં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. જો કે સીઝનની મધ્યમાં જાડેજાએ ધોનીને કેપ્ટનશીપ સોંપી હતી. હવે ફરી એકવાર ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. માઈક હસી, રુતુરાજ ગાયકવાડ સીએસકેના કેપ્ટન તરીકે ભવિષ્ય જુએ છે.

Exit mobile version