ગયા વર્ષે વર્લ્ડ કપ ફાઈનલ બાદથી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહેલો ગુજરાત ટાઇટન્સનો સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા પ્રસિદ્ધ ક્રિષ્ના ઈજાને કારણે IPL 2024માંથી બહાર થઈ ગયા છે.
શમી હીલ સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે અને આ વર્ષે સપ્ટેમ્બર પહેલા તે પાછો ફરે તેવી અપેક્ષા નથી. BCCIએ કહ્યું, ‘આ ફાસ્ટ બોલરે 26 ફેબ્રુઆરી 2024ના રોજ તેની જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી હતી. BCCIની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે અને તે આગામી IPL 2024માંથી બહાર છે.
બીસીસીઆઈની મેડિકલ ટીમ પણ પ્રસીદ પર નજર રાખી રહી છે. BCCIએ કહ્યું, ‘આ ફાસ્ટ બોલરે 23 ફેબ્રુઆરી 2024ના રોજ તેની ડાબી જાંઘ પર સર્જરી કરાવી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે અને એનસીએમાં ટૂંક સમયમાં પુનર્વસન શરૂ થશે. તે આગામી IPL 2024માં ભાગ લઈ શકશે નહીં.
Pant is fit for IPL but Prasidh Krishna and Shami ruled out.#IPL2024 pic.twitter.com/jr5pXkIPla
— Vimal कुमार (@Vimalwa) March 12, 2024