મોહમ્મદ શમીએ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી IPL 2023ની મેચમાં પ્રથમ વિકેટ લેતાની સાથે જ એક મોટી સિદ્ધિ મેળવી છે. મોહમ્મદ શમી ડેવોન કોનવેની ક્લીન-બોલિંગ સાથે IPLમાં 100 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો.
આ સાથે, તે IPLમાં 100 વિકેટ લેનારો 19મો બોલર બન્યો, જ્યારે આ લીગમાં 100 વિકેટ લેનારો 15મો ભારતીય બોલર બન્યો.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ શમીએ પણ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો. તેણે ત્રીજી ઓવરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ડેવોન કોનવેનું સ્ટમ્પ ઉખાડી નાખ્યું. તે માત્ર એક રન બનાવી શક્યો હતો.
IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ડ્વેન બ્રાવોના નામે છે જેણે 161 મેચમાં 183 વિકેટ લીધી છે. બીજા નંબર પર લસિથ મલિંગા છે, જેના નામે 170 વિકેટ છે. જ્યારે ભારતીય ખેલાડીઓમાં યુઝવેન્દ્ર ચહલ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 131 મેચમાં 166 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ માત્ર 94 મેચમાં 100 વિકેટ પૂરી કરી છે.
A thing of beauty!! 😍💪#AavaDe | #GTvCSK | #TATAIPL 2023pic.twitter.com/v6atPGAkTz
— Gujarat Titans (@gujarat_titans) March 31, 2023