આ પહેલીવાર નથી જ્યારે એમએસ ધોનીએ કોઈપણ યુવા ક્રિકેટને ટીપ્સ આપી છે…
પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ 2021ની 8 મી મેચમાં એમએસ ધોનીની ‘યલો આર્મી’ જીતી ગઈ છે. એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી આઈપીએલ 2021માં પ્રથમ જીત મેળવી હતી.
મેચ બાદ એક ફોટો વાઈરાલ થઈ રહ્યો છે, જેમા એમએસ ધોનીએ પંજાબ કિંગ્સના બેટ્સમેન શાહરૂખ ખાન સાથે વાતચીત કરી અને ઘણી ટીપ્સ આપી. મહત્ત્વની વાત એ છે કે શાહરૂખે આ મેચમાં 47 રનની ઇનિંગ રમી હતી.
આ પહેલીવાર નથી જ્યારે એમએસ ધોનીએ કોઈપણ યુવા ક્રિકેટને ટીપ્સ આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી, આઈપીએલમાં આવું બન્યું છે જ્યારે યુવા પ્રતિભાની વાત ધોની સાથે વિરોધી ટીમ દ્વારા કરવામાં આવી હતી અને ધોનીએ તેનો કિંમતી સમય આપ્યો હતો.
એમએસ ધોની અને શાહરૂખ ખાનની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. યલો આર્મીના કેપ્ટનની આ ભૂમિકાને ચાહકો વંદન કરી રહ્યા છે.
MS in Cricket knowledge
! #Thala200 #PBKSvCSK #WhistlePodu #Yellove pic.twitter.com/1UiFTitley — Chennai Super Kings – Mask P
du Whistle P du! (@ChennaiIPL) April 16, 2021