IPL

જાણો શું કીધું, મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્દને રોહિત શર્માની કેપ્ટનશીપ વિશે

આ શ્રેણી ભારતના બેટિંગ ક્રમ ઓસ્ટ્રેલિયાના બોલિંગ એટેક વચ્ચેની શ્રેણી હશે…

મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્દનેએ કહ્યું છે કે રોહિત શર્મા કુદરતી કેપ્ટન જેવો લાગે છે, તેમ છતાં તેના તમામ નિર્ણયો ખૂબ તકેદારીથી લેવામાં આવે છે, તેણે વિરોધી વિશે ઘણી માહિતી એકઠી કરી લેછે.

શ્રીલંકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેએ કહ્યું કે, કુદરતી કેપ્ટન હોવા ઉપરાંત રોહિત શર્માની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતા પહેલા ઘણી માહિતી એકઠી કરી લેછે.

મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના કોચ છે. જયવર્દને ટીમના કોચ હતા જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કપ્તાની હેઠળ 2019 માં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. મહેલા જયવર્દને સોની ટીવીના પિટ સ્ટોપ શોના ઇન્સ્ટાગ્રામ પેજ પર કહ્યું કે રોહિત શર્મા નિશ્ચિતરૂપે કુદરતી કેપ્ટન છે. પરંતુ આ સાથે, તે ઘણી બધી માહિતી એકઠી કરી લેછે. આ તેમનું મજબૂત પાસું છે.

આ ઉપરાંત જયવર્દનેએ કહ્યું કે રોહિત જોડે લાંબી બેઠક નથી હોતી. હા, અમે એક મીટિંગ કરીએ છીએ કારણ કે જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલતી નથી ત્યારે રણનીતિ બનાવવાની જરૂર હોય છે. પરંતુ રોહિત ઘણી બધી માહિતી એકઠી પહેલે થી કરી લેછે અને તે વસ્તુઓ જાણવા માંગે છે. તે તેનો ઉપયોગ મેદાનમાં કરે છે બસ તે આ રીતે રમે છે.

જયવર્દનેએ આ વર્ષના અંતમાં યોજાનારા ભારત પ્રવાસ પર પણ વાત કરી હતી. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટનએ કહ્યું કે, વિરાટ કોહલીની કપ્તાનવાળી ભારતીય ટીમમાં સારી બેટિંગ ક્રમ હોવા થી થોડી ભારે બેટિંગ લાઇન-અપ થી ઓસ્ટ્રેલિયા ને મથાવશે. અને આ શ્રેણી ભારતના બેટિંગ ક્રમ ઓસ્ટ્રેલિયાના બોલિંગ એટેક વચ્ચેની શ્રેણી હશે.

મને લાગે છે કે સૌથી મોટો પડકાર એ ભારતના ટોપ ઓર્ડર ઔસ્ટ્રલિયાના બોલિંગ એટેક વચ્ચેની હરીફાઈ હશે, ચાલો જોઈએ કે તે કેવી રીતે જાય છે. પણ મને લાગે છે કે ભારતનો અહીં ભારે હાથ છે, છેલ્લી વખત બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો.

Exit mobile version