ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થઈ રહી છે. દરેક લોકો આ મહાન ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહાન ટૂર્નામેન્ટ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ ઈંગ્લેન્ડના ઘાતક ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું તેમની ટીમમાં હાર્દિક સ્વાગત કર્યું.
26 માર્ચે, મુંબઈ ઈન્ડિયન્સે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં એક તસવીર શેર કરી જેમાં જોફ્રા આર્ચર ટીમની જર્સી પહેરેલો જોઈ શકાય છે. આ તસવીરમાં તે તેની પીઠ બતાવી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, ‘કોણ આલા રે.’ એટલે કે ‘કોણ આવ્યું છે.’ આ તસવીર જોઈને મુંબઈ ઈન્ડિયન્સના તમામ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. જોફ્રાના સાથી ખેલાડી ટિમ ડેવિડે આ તસવીરમાં કોમેન્ટ કરી, જોફ ટાઈમ.
कोण आला रे? 🤫#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/gZoobxiZtw
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
તમને જણાવી દઈએ કે, જોફ્રા આર્ચર ઈજાના કારણે છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો. જો કે હવે આગામી સિઝનમાં તે સારૂ પ્રદર્શન કરવા પર નજર રાખશે. મુંબઈ ઈન્ડિયન્સ પણ આગામી સિઝન માટે ટ્રોફીને નામ આપવા ઈચ્છે છે.
कस काय, पलटन? 😄👍#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @JofraArcher pic.twitter.com/Lknq11LA4e
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
