IPL

મુંબઈ ઈન્ડિયન્સનો કુમાર કાર્તિકેય 9 વર્ષ 3 મહિના પછી માતાને મળ્યો

ભારતના મોટાભાગના યુવાનો ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે. લોકો અન્ય રમતોમાં પણ રસ દાખવે છે, પરંતુ ક્રિકેટના ક્રેઝ સામે અન્ય રમતોને એટલું મહત્વ મળતું નથી. ક્રિકેટર બનવું પણ સરળ નથી. ટોચના સ્તરે પહોંચેલા ક્રિકેટરો હોય કે ત્યાં પહોંચવા માટે સ્પર્ધા કરતા યુવા ક્રિકેટરો હોય, દરેકની પોતાની એક વાર્તા હોય છે, જે ઘણા લોકો માટે પ્રેરણાનું કામ પણ કરે છે. આવી જ એક કહાની છે મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર ​​કુમાર કાર્તિકેયની, જે ક્રિકેટમાં કરિયર બનાવવાની સફરમાં પોતાના પરિવારથી એવી રીતે અલગ થઈ ગયો કે તે 9 વર્ષ અને ત્રણ મહિના પછી મળી શક્યો.

મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર ​​કુમાર કાર્તિકેયને 9 વર્ષ અને ત્રણ મહિના પછી તેના પરિવારને મળ્યા બાદ ખુશીની કોઈ સીમા ન હતી. 24 વર્ષીય યુવાને તેની માતા સાથે એક તસવીર શેર કરી.

તસવીર શેર કરતાં કાર્તિકેયે લખ્યું કે, “9 વર્ષ 3 મહિના પછી હું મારા પરિવાર અને મમ્મીને મળ્યો. હું મારી લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થ છું.” અગાઉ, કાર્તિકેયે કહ્યું હતું કે તે તેના જીવનમાં કંઈક મોટું હાંસલ કર્યા પછી જ ઘરે પરત ફરશે.

Exit mobile version