IPL

‘માય 11 સર્કલ લખનૌ ટીમનું મુખ્ય સ્પોન્સર બન્યું, 2024 સુધી કરાર પર હસ્તાક્ષર કર્યા

પ્રથમ ત્રણ વર્ષ લખનૌની ટીમની જર્સીમાં માય 11 સર્કલનો લોગો જોવા મળશે. કંપનીએ લખનૌની ટીમ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. વર્ષ 2022 થી 2024 સુધી માય 11 સર્કલ લખનૌની ટીમનું મુખ્ય સ્પોન્સર રહેશે.

2021માં હરાજી દરમિયાન RPSG ગ્રુપ દ્વારા લખનૌ ફ્રેન્ચાઈઝીને ખરીદવામાં આવી હતી. આ ગ્રુપ પહેલાથી જ IPLમાં ટીમો ખરીદી ચૂક્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સમાંથી બહાર થયા પછી, સંજીવ ગોએન્કાના આ જૂથે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી ખરીદી અને તેને બે વર્ષ સુધી સફળતાપૂર્વક ચલાવી.

ભાગીદારી અંગે ટિપ્પણી કરતા, RPSG સ્પોર્ટ્સના સીઈઓ, રઘુ ઐયરે જણાવ્યું હતું કે, “અમને માય 11 સર્કલને અમારી મુખ્ય ટીમના સ્પોન્સર તરીકે મળતાં આનંદ થાય છે. અમારી નવી ફ્રેન્ચાઈઝીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. સફળ ભાગીદારી થશે.

IPL 2022માં આ લીગમાં બે નવી ટીમો જોડાઈ રહી છે. લખનૌ અને અમદાવાદ. આ બંને ટીમોની માલિકી માટે બિડિંગ 2021માં કરવામાં આવી હતી. આ બિડમાં લખનૌની ટીમને RPSG ગ્રુપે અને અમદાવાદની ટીમને CVC કેપિટલ્સે ખરીદી હતી. દુબઈમાં હરાજી દરમિયાન RPSG ગ્રુપે લખનૌની ફ્રેન્ચાઈઝી 7 હજાર 90 કરોડમાં ખરીદી હતી. IPLના ઈતિહાસમાં લખનઉ સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી છે. આ પહેલા મુંબઈ આઈપીએલ ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી હતી.

Exit mobile version