ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 47મી મેચ ખૂબ જ યાદગાર બની ગઈ છે. આ મેચ 28 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (RR vs GT) વચ્ચે રમાઈ હતી. જે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં રાજસ્થાન મોટો સ્કોર હાંસલ કરવા માટે મેદાનમાં ઉતર્યું હતું. પરંતુ IPLના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની ઝડપી સદીથી આ મોટો સ્કોર સરળ બનાવી દીધો. જે બાદ વૈભવ સૂર્યવંશીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
વૈભવ સૂર્યવંશીએ 28 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ સામે પોતાની પહેલી T20 સદી ફટકારી હતી. ત્યારે તેની ઉંમર ૧૪ વર્ષ અને ૩૨ દિવસ હતી. તેણે એટલી ઝડપથી સદી ફટકારી કે તે IPLમાં બીજા ક્રમનો સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો. વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 265.79 ના સ્ટ્રાઇક રેટથી 101 રન બનાવ્યા. જેમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. આ શાનદાર સદી બાદ બિહાર સરકારે વૈભવ સૂર્યવંશી પર લાખો રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
આ શાનદાર સદી પછી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 29 એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે વૈભવ સૂર્યવંશીને બિહાર સરકાર દ્વારા 10 લાખ રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. આ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે વૈભવ સૂર્યવંશી સાથે ફોન પર વાત કરી હતી અને તેને આ ઇનિંગ માટે અભિનંદન આપ્યા હતા.
રાજસ્થાન રોયલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં 1.1 કરોડ રૂપિયાની બોલી લગાવીને વૈભવ સૂર્યવંશીને પોતાના કેમ્પમાં સામેલ કર્યો. પરંતુ IPL 2025માં, રાજસ્થાને વૈભવને તેમની 7મી મેચમાં રમવાની તક આપી.
आई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX
— Nitish Kumar (@NitishKumar) April 29, 2025