IPL 2024ની તારીખોની જાહેરાત બાદ તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જો કે, પ્રથમ 17 મેચનું જ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષની સિઝન ઘણી રીતે ખાસ રહેવાની છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ IPL એમએસ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. પરંતુ આ સિઝનમાં ધોની નહીં પરંતુ ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી IPLમાંથી સંન્યાસ લઈ શકે છે.
IPL 2024 ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યું છે. પરંતુ ટીમ ઈન્ડિયાના આ ખેલાડી માટે આ સિઝન તેની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ શિખર ધવન છે. ધવન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. જોકે, આઈપીએલમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ધવન છેલ્લી બે સીઝનથી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં જો ટીમનું પ્રદર્શન સારું નહીં રહે તો તે આ વર્ષે IPLમાંથી સંન્યાસ લેવાનું વિચારી શકે છે.
શિખર ધવન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી અને ત્યારથી તે ટીમની બહાર છે. જો કે, તે હજુ પણ IPL રમી રહ્યો છે અને પંજાબ કિંગ્સના કેપ્ટન છે. ગયા વર્ષે તેણે 41.44ની એવરેજ અને 142.91ની સ્ટ્રાઈક રેટથી 373 રન બનાવ્યા હતા.
તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 34 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે. તેણે 167 ODI મેચો પણ રમી છે અને 44.11ની એવરેજથી 6793 રન બનાવ્યા છે. તેણે 68 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 27.92ની સરેરાશથી 1759 રન બનાવ્યા છે.