IPL

જાળવી ન રાખતા અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો

Pic- cricket gully

IPL 2025 માટે, પંજાબ કિંગ્સની ટીમે માત્ર બે અનકેપ્ડ ખેલાડીઓ શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને જાળવી રાખ્યા છે. ટીમે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ છોડવાનો નિર્ણય કર્યો, જે 2019થી ટીમનો ભાગ હતો.

પંજાબ કિંગ્સની ટીમ 2025માં ઘણા ફેરફારો કરવાના મૂડમાં છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને જાળવી રાખ્યા બાદ પંજાબ કિંગ્સ પાસે તેમના પર્સમાં 110.5 કરોડ રૂપિયા અને 4 RTM ઉપલબ્ધ છે. અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સ અર્શદીપ સિંહને જાળવી રાખવા માટે 18 કરોડ રૂપિયા ખર્ચવાના મૂડમાં નથી અને એવું માનવામાં આવે છે કે ટીમ આરટીએમ દ્વારા અર્શદીપને હસ્તગત કરવા માંગે છે. પરંતુ IPLની હરાજી પહેલા અર્શદીપ સિંહે એક ચોંકાવનારું કામ કર્યું છે.

રિપોર્ટ્સ અનુસાર અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધું છે અને ટીમ સાથેના ઘણા ફોટા પણ હટાવી દીધા છે. અર્શદીપ સિંહે IPLમાં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે 2024ની સિઝનમાં કુલ 19 વિકેટ લીધી હતી.

અર્શદીપ સિંહની વાત કરીએ તો તે ભારત માટે અત્યાર સુધી 8 ODI અને 56 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે. તેણે વનડેમાં 12 અને ટી-20માં 87 વિકેટ ઝડપી છે. અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. IPLની 65 મેચમાં તેના નામે 76 વિકેટ છે.

પંજાબ કિંગ્સની ટીમ અત્યાર સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીતી શકી નથી. ટીમ એક વખત ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેને KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Exit mobile version