
અંતિમ મેચ 15 ઓક્ટોબરે દુબઇમાં રમાશે…
આઈપીએલ 2021ની બાકીની મેચ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ આની જાહેરાત કરી દીધી છે.
કોરોના વાયરસને કારણે આઇપીએલની 14મી સીઝન આ વર્ષે મેમાં મુલતવી રાખવામાં આવી હતી. આઈપીએલના બીજા તબક્કામાં 27 દિવસમાં કુલ 31 મેચ થશે. દુબઈમાં 13, શારજાહમાં 10 અને અબુધાબીમાં આઠ મેચ રમાશે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 8 ઓક્ટોબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે.
ગ્રુપ તબક્કા પછી પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે દુબઇમાં યોજાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર -2 અનુક્રમે 11 અને 13 ઓક્ટોબરે શારજાહમાં યોજાશે. અંતિમ મેચ 15 ઓક્ટોબરે દુબઇમાં રમાશે.
