
ટુર્નામેન્ટ થવી જોઇએ કે નહીં તે અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે..
કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે ભારતમાં આઈપીએલની 14મી સીઝન રમાઈ રહી છે. ભારતમાં દરરોજ, કોવિડ -19 કેસ વધી રહ્યા છે અને લોકોમાં ભય વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આઈઆરપીએલ રમતા ક્રિકેટરો બાયો બબલમાં આઈપીએલ રમી રહ્યા છે. હવે કોલકાતા નાઈટ રાઇડર્સે એક મોટું નિવેદન આપ્યું છે.
જ્યારે મોટી હસ્તીઓ ટુર્નામેન્ટ થવી જોઇએ કે નહીં તે અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે, ત્યારે કમિન્સને લાગે છે કે આખી ટુર્નામેન્ટને રદ કરવાથી આ ખરાબ પરિસ્થિતિમાં મદદ મળશે નહીં. ગુરુવારે, 379,257 નવા કેસ ભારતમાં આવ્યા અને 3645 લોકોનાં મોત થયાં. આવી સ્થિતિમાં કમિન્સનું માનવું છે કે લોકો ઘરે જ રહે છે અને રાત્રે 3-4 કલાક સુધી ક્રિકેટ જોવાનું આનદ માંને. જોકે આઈપીએલનો અંત લાવવો એ કોઈ સમાધાન નથી.
તાજેતરમાં, પેટ કમિન્સે ભારતમાં કોવિડ -19 વાયરસના વધતા જતા વિનાશને ધ્યાનમાં રાખીને પીએમ કેર ફંડમાં દાન આપ્યું છે.
