IPL

આજે બેંગ્લોર અને લખનૌની ટક્કર! આવી હોય શકે છે બંનેની પ્લેઈંગ ઈલેવન

Pic- Crcimaddy

IPL 2023ની 15મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આરસીબીએ અત્યાર સુધી એક મેચ જીતી છે જ્યારે એલએસજીએ બે મેચ જીતી છે.

RCB પોતાની હોસ્ટિંગમાં ફરી મેચ જીતવા માંગશે. આ જ કારણ છે કે તમામની નજર ફરી વિરાટ કોહલી પર રહેશે. આવી સ્થિતિમાં, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

સૌથી પહેલા વાત કરીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે બેમાંથી એક મેચ હારી ચૂકી છે. આ માત્ર છેલ્લી મેચ હતી. આવી સ્થિતિમાં, કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ફેરફારો કરવાની ઉતાવળમાં નહીં હોય. વેન પાર્નેલ ટીમમાં સામેલ થઈ ગયો છે પરંતુ તેને હાલ તક મળશે નહીં કારણ કે તમામ વિદેશી ખેલાડીઓ સારા ફોર્મમાં છે. જોકે આરસીબીના મિડલ ઓર્ડર પર ધ્યાન આપવું પડશે. મિડલ ઓર્ડરની નિષ્ફળતાને કારણે ટીમ છેલ્લી મેચમાં હારી ગઈ હતી.

બીજી બાજુ લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો ટીમ સારી લયમાં છે. ક્વિન્ટન ડી કોક ટીમમાં સામેલ થઈ ગયો છે પરંતુ તેની જગ્યા કોણ લેશે તે જોવું રહ્યું. એવું માનવામાં આવે છે કે માર્કસ સ્ટોઇનિસને બહાર બેસવું પડી શકે છે, કારણ કે લખનૌમાં બોલિંગના પૂરતા વિકલ્પો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ફાફ ડુપ્લેસીસ (c), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (wk), માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

KL રાહુલ (c), કાયલ મેયર્સ (wk), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ/ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન (wk), ક્રુણાલ પંડ્યા, કે ગૌતમ/અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, માર્ક વુડ અને રવિ બિશ્નોઈ

Exit mobile version