IPL

RCBની અનોખો યોજના, ડેવિડ વિલીની જગ્યાએ કેદાર જાધવને સામેલ કર્યો

Pic- The Indian Express

IPL 2023 માટે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કેદાર જાધવને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેદાર જાધવને ડેવિડ વિલીની જગ્યાએ RCB ટીમમાં જગ્યા મળી છે. કેદાર જાધવે તેની છેલ્લી IPL મેચ વર્ષ 2021માં રમી હતી. જે બાદ તેને કોઈપણ ટીમે સામેલ કર્યો ન હતો પરંતુ હવે બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ ચોંકાવનારો નિર્ણય લીધો છે અને આઈપીએલની બાકીની મેચો માટે કેદાર જાધવને ટીમમાં જગ્યા આપી છે. કેદાર જાધવને 1 કરોડ રૂપિયાની રકમમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ડેવિડ વિલીએ આ સિઝનમાં આરસીબી માટે 4 મેચ રમી છે જેમાં તેણે 3 વિકેટ લીધી હતી પરંતુ હવે તે ઈજાના કારણે આગામી મેચોમાં બેંગ્લોર ટીમનો ભાગ બની શકશે નહીં. કેદાર જાધવે વર્ષ 2010માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તે ઘણી ટીમોનો ભાગ રહ્યો છે જેમાં આરસીબી પણ એક રહી છે. કેદાર જાધવે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ, કોચી ટસ્કર્સ કેરળ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેદાર જાધવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વર્ષ 2018માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.

કેદાર જાધવે IPLમાં 93 મેચ રમી છે જેમાં તેણે 1196 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે અને 22.51ની એવરેજથી રન બનાવ્યા છે.

Exit mobile version