IPL

રિકી પોન્ટિંગે પૃથ્વી શૉની કારકિર્દી જોઈને કહ્યું, મારી નજરમાં તે હજુ પણ…..

Pic- sportscafe

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની અને IPLમાં પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે પૃથ્વી શૉની કારકિર્દી આ રીતે નીચે  જતાં જોઈને તેને ખરાબ લાગે છે.

IPL 2025 ઓક્શનમાં પૃથ્વી શૉને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. જોકે, શૉએ તેની બેઝ પ્રાઈસમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. હવે તેણે તેની મૂળ કિંમત માત્ર 75 લાખ રૂપિયા રાખી હતી.

2021 IPL પછી દિલ્હી કેપિટલ્સ દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓમાં શોનું નામ પણ સામેલ હતું. જ્યારે રિકી પોન્ટિંગ ટીમના કોચ હતા. વર્ષ 2018માં ડેબ્યૂ કર્યા બાદ શોએ ઘણી અપેક્ષાઓ વધારી હતી. ઘણી ટીમો તેને પોતાની સાથે સામેલ કરવા આતુર હતી.

જોકે, તાજેતરના વર્ષોમાં તેની કારકિર્દીનો ગ્રાફ નીચે તરફ ગયો છે. તે ઘણા વિવાદાસ્પદ વિષયોમાં ફસાઈ ગયો છે. એવું હંમેશા માનવામાં આવતું હતું કે તે વસ્તુઓ બદલી શકે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તેની કારકિર્દી વધુ બગડી છે. 2023ની સિઝનમાં તેણે માત્ર 106 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, મેદાનની બહારના વિવાદોએ પણ શૉને બિનજરૂરી રીતે સમાચારોમાં રાખ્યા હતા. 2024 સીઝન પછી, દિલ્હી કેપિટલ્સે તેને ટીમમાંથી બહાર કરી દીધો.

અંગ્રેજી અખબાર ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે વાત કરતાં પોન્ટિંગે કહ્યું, ‘તે દુઃખદ છે, જો હું તમને પૃથ્વી વિશે કહું તો પણ હું કહીશ કે તે કદાચ સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે જેની સાથે મેં કામ કર્યું છે. હરાજીમાં તેનું વેચાણ થયું ન હતું.

Exit mobile version