IPL

દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો રિષભ પંત, જુઓ

Pic- Cricket Country

IPL 2023ની રોમાંચક સિઝન શરૂ થઈ ગઈ છે. જેમાં એકથી વધુ શાનદાર મેચ જોવા મળી રહી છે. આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે શાનદાર મેચ જોવા મળી રહી છે.

જેમાં ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ મેચમાં દિલ્હી માટે એક મોટા સમાચાર છે કે તેમનો કાયમી કેપ્ટન ઋષભ પંત પોતાની ટીમને સપોર્ટ કરવા મેદાન પર પહોંચી ગયો છે. દિલ્હી કેપિટલ્સ ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હીની ટીમની સિઝન શરૂ થાય તે પહેલા જ પંતની ઈજા બાદ ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હીના મુખ્ય કોચ પોન્ટિંગે પંત વિશે કહ્યું હતું કે તે કોઈપણ પરિસ્થિતિમાં રિષભ પંતને ડગઆઉટમાં બેઠેલા જોવા માંગે છે. અને આજે પંતે કોચ પોન્ટિંગના આગ્રહ પર પોતાની ઈચ્છા પૂરી કરી હતી. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ માટે પંત આજે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

Exit mobile version