ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં 25 વર્ષથી ઓછી ઉંમરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિષભ પંતના નામે છે. રિષભ પંતે આ મામલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પાછળ છોડી દીધો છે.
પંત માત્ર 24 વર્ષનો છે અને તેણે આ બંનેને હમણાં જ પાછળ છોડી દીધા છે, તેથી લાગે છે કે 25 વર્ષની ઉંમર સુધીમાં તેણે એટલા રન બનાવી લીધા હશે કે આ રેકોર્ડ તોડવો કોઈના માટે પણ મુશ્કેલ હશે.
સંજુ સેમસને 25 વર્ષનો થતાં પહેલા 2584 IPL રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીના ખાતામાં 2632 રન છે. રિષભ પંતે શનિવારે આરસીબી સામે 34 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન વિરાટ કોહલી પાછળ રહી ગયો હતો. પંતના ખાતામાં હવે કુલ 2642 આઈપીએલ રન છે. પંતે તેની પ્રથમ IPL મેચ 2016માં રમી હતી.
પંત 2016 થી દિલ્હી કેપિટલ્સ (તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ) ટીમનો ભાગ છે અને છેલ્લી સીઝનથી ટીમની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. પંતે તેની પ્રથમ IPL મેચ ગુજરાત લાયન્સ સામે રમી હતી.