રિષભ પંતને મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી તબક્કા માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પંતને તાજેતરમાં NCA તરફથી IPL રમવા માટે લીલી ઝંડી મળી છે.
દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને સહ-માલિક પાર્થ જિંદાલે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘અમને અમારા કેપ્ટન તરીકે રિષભનું સ્વાગત કરવામાં આનંદ થાય છે. ધીરજ અને નિર્ભયતા હંમેશા તેના ક્રિકેટ માટે ચાવીરૂપ રહી છે, અમે નવા જોશ અને ઉત્સાહ સાથે નવી સીઝનની રાહ જોઈ રહ્યા છીએ અને તેને ફરી એકવાર મેદાન પર અમારી ટીમનું નેતૃત્વ કરતા જોવા માટે હું રાહ જોઈ શકતો નથી.
અગાઉ, BCCIએ પંતને આ વર્ષની IPLમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવાની મંજૂરી આપી હતી. 30 ડિસેમ્બર, 2022 ના રોજ ઉત્તરાખંડના રૂરકી નજીક માર્ગ અકસ્માત બાદ 14 મહિનાની પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થયા પછી, ઋષભ પંતને હવે આગામી IPL 2024 માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, બોર્ડે મેડિકલ અપડેટમાં જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ઋષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે ગત સિઝનમાં ટીમની કમાન સંભાળી હતી, પરંતુ ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.
Grit. Determination. Believe. Rishabh Pant 🫶
🔙 to 🏏 and 🔙 as our ℂ𝔸ℙ𝕋𝔸𝕀ℕ 💙#YehHaiNayiDilli #IPL2024 #RishabhPant pic.twitter.com/wZydHBPudP
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2024