IPL

ફિલ્ડિંગ દરમિયાન રોહિત શર્માએ બનાવ્યો અનોખો રેકોર્ડ, ચોથો ખેલાડી બન્યો

pic- cricshots

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા.

જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી હતી. દિલ્હીની ઈનિંગ દરમિયાન રોહિત શર્માએ આઈપીએલમાં પોતાનો 100મો કેચ પણ લીધો હતો.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન, રોહિત શર્માએ ઝે રિચર્ડસનનો કેચ લીધો અને આ સાથે તેણે આઈપીએલમાં 100 કેચ લેવાનો રેકોર્ડ હાંસલ કર્યો. આવું કરનાર તે ચોથો ફિલ્ડર બની ગયો છે.

IPLમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, તેણે 110 કેચ લીધા છે. કોહલીએ ચાલુ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સુરેશ રૈનાએ 109 કેચ, કિરોન પોલાર્ડે 103 કેચ અને રોહિત શર્માએ 100 કેચ પકડ્યા હતા.

IPLમાં ફિલ્ડર દ્વારા સૌથી વધુ કેચ:
110-વિરાટ કોહલી
109-સુરેશ રૈના
103 – કિરોન પોલાર્ડ
100 – રોહિત શર્મા
98- શિખર ધવન
98-રવીન્દ્ર જાડેજા

Exit mobile version