IPL

રોહિત શર્માને ડબલ ફટકો, પોલાર્ડને લીધે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

બાકીની ટીમને 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવશે….

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને હાર સાથે ડબલ ફટકો પડ્યો હતો. એક તરફ જ્યાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, બીજી તરફ રોહિત શર્માને મેચ રેફરી દ્વારા ધીમો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ધીમી ઓવર રેટને કારણે રોહિત શર્માની મેચ ફીમાંથી 12 લાખ રૂપિયા કાપવામાં આવશે. આઈપીએલની ગાઇડલાઇન્સ પ્રમાણે જો ટીમ તેની 20 ઓવર સમયસર પૂરી નહીં કરે તો કેપ્ટનને 12 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવે છે.

આઈપીએલની ગાઇડલાઈન મુજબ જો ટીમ પ્રથમ વખત કેપ્ટનને ધીમી કરે તો 12 લાખ રૂપિયા બીજી વાર ધીમી ઓવર રેટ માટે 24 લાખ રૂપિયા અને ટીમના બાકીના ખેલાડીઓની ફી 25% કાપવામાં અથવા 6 લાખ રૂપિયા જેટલું દંડ હોઈ છે. આ ઉપરાંત પરંતુ ત્રીજી વખત કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને મેચ પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે, જ્યારે બાકીની ટીમને 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવશે.

Exit mobile version