IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી દીધી છે. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (KKR) સામે તે 8 બોલમાં માત્ર 7 રન જ બનાવી શક્યો હતો.
આ સાથે તેણે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિતની આ સતત પાંચમી ઇનિંગ છે જ્યારે તે ડબલ ફિગર પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ‘હિટમેન’ તરીકે ઓળખાતો રોહિત છેલ્લી બે ઇનિંગ્સમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. નિરાશાજનક પ્રદર્શનને કારણે રોહિતની આકરી ટીકા થઈ રહી છે. તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિતને ‘નો હિટ શર્મા’ કહીને બોલાવ્યો હતો.
રોહિત 200 કે તેથી વધુના લક્ષ્યનો પીછો કરતી વખતે IPLમાં સૌથી વધુ સિંગલ ડિજિટમાં આઉટ થનારો સંયુક્ત ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે સાતમી ઓવરમાં સિંગલ ડિજિટમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેના સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ઉમેશ યાદવ સાથે 7 વખત આવું બન્યું છે. આ સાથે જ KKRનો સુનીલ નારાયણ આ યાદીમાં ટોપ પર છે. 9 વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો. તેના પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક (8) આવે છે.