IPL 2023 ની 25મી મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામસામે છે. હૈદરાબાદે ટોસ જીતીને મુંબઈને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ ઈશાન કિશન સાથે મળીને મુંબઈને સ્થિર શરૂઆત અપાવી હતી.
બંનેએ પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 18 બોલમાં 6 ફોરની મદદથી 28 રન બનાવ્યા હતા. રોહિત ભલે મોટી ઇનિંગ્સ ન રમ્યો હોય પરંતુ તેણે એક મોટા રેકોર્ડને સ્પર્શ કર્યો. તે IPLમાં 6000 રન બનાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેણે 14 રન પૂરા કરતાની સાથે જ આ આંકડો સ્પર્શ કર્યો હતો. આ મેચ પહેલા તેના નામે 5986 રન હતા.
રોહિત પહેલા દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી, શિખર ધવન અને ડેવિડ વોર્નરના નામ આઈપીએલમાં છ હજાર થઈ ચૂકેલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. કોહલી (6844) IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ધવન (6476) બીજા અને વોર્નર (6109) ત્રીજા ક્રમે છે. રોહિતે ધવનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તે સૌથી ઓછા બોલમાં છ હજાર IPL રન પૂરા કરનારો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તે અહીં 4616 બોલમાં જ્યારે ધવન 4738 બોલમાં પહોંચ્યો હતો. વોર્નર ટોપ પર છે જેણે 4285 બોલમાં છ હજાર બનાવ્યા. જ્યારે કોહલી બીજા સ્થાને છે. તેણે 4595 બોલમાં છ હજાર રન પૂરા કર્યા.