ભારતીય બેટિંગ મહાન સચિન તેંડુલકરે તાજેતરમાં સમાપ્ત થયેલી IPL 2022 સીઝનની શ્રેષ્ઠ પ્લેઈંગ XI ટીમ પસંદ કરી છે. સચિને તેની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને સ્થાન આપ્યું ન હતું.
આ ટીમમાં સચિને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. સચિને કહ્યું કે મારી ટીમ સંપૂર્ણપણે આ આઈપીએલ સિઝનના પ્રદર્શન પર આધારિત છે અને તેને છેલ્લી સિઝન સાથે કોઈ લેવાદેવા નથી. IPLની આ સિઝનમાં રોહિત અને વિરાટ બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આમ છતાં કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી.
સચિનનો શ્રેષ્ઠ IPL પ્લેઇંગ 11: જોસ બટલર, શિખર ધવન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન, દિનેશ કાર્તિક, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.