IPL

CSK સામે ‘એક ભૂલ’ના કારણે સંજુ સેમસનને લાગ્યો લાખોનો દંડ

Pic- Hindustan Times

રાજસ્થાન રોયલ્સે બુધવારે રાત્રે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી, પરંતુ મેચ દરમિયાન કેપ્ટન સંજુ સેમસને ભૂલ કરી હતી. આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સ ટીમ CSK સામે નિર્ધારિત સમયમાં 20 ઓવરનો પોતાનો ક્વોટા પુરો કરી શકી ન હતી, જેના કારણે ધીમી ઓવર રેટના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમની આ પહેલી ભૂલ હતી, જેના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે, જો રાજસ્થાન બીજી વખત આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓને પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

IPL એ તેની પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, ‘બુધવારે ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની 17મી મેચમાં ધીમી ઓવર રેટ જાળવવા બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતો આ સિઝનનો ટીમનો પહેલો ગુનો હોવાથી કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સ IPLમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારનાર બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોસ બટલરની અડધી સદીના આધારે આરઆરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 175 રન બનાવી શકી હતી. આ સ્કોર સામે ચેન્નાઈ 20 ઓવરમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી.

Exit mobile version