રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2023માં જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ પ્રથમ બે મેચમાં શાનદાર લયમાં જોવા મળેલો સંજુ સેમસન આગામી બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. જોકે, જ્યારે ટીમને પાંચમી મેચમાં તેની જરૂર હતી ત્યારે સેમસને તોફાની ઇનિંગ રમીને ટીમને વાપસી કરી હતી.
આ દરમિયાન તેણે એક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. સંજુ સેમસને રાશિદ ખાન સામે સિક્સરની હેટ્રિક ફટકારી અને આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.
આઈપીએલના ઈતિહાસમાં માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે રાશિદ ખાન સામે સતત ત્રણ કે તેથી વધુ સિક્સર ફટકારી હોય. સંજુ સેમસન પહેલા ક્રિસ ગેલે આ કારનામું કર્યું હતું. તેણે રાશિદને સતત ચાર સિક્સર ફટકારી હતી અને હવે સંજુ સેમસને તેની સામે ત્રણ સિક્સર ફટકારી છે. આ રીતે તે રાશિદ સામે સિક્સરની હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આટલું જ નહીં IPLમાં રાશિદ ખાન સામે સંજુ સેમસનની એવરેજ 100થી વધુ છે.
જણાવી દઈએ કે બેટ્સમેન રાશિદ ખાન સામે શોટ રમવાનું ટાળે છે, પરંતુ સંજુ સેમસન અલગ મૂડમાં જોવા મળ્યો હતો. તેણે રશીદને પાછળ પાછળ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સંજુ સેમસને આ મેચમાં 31 બોલમાં શાનદાર 60 રન બનાવ્યા હતા, જે તેની ટુર્નામેન્ટની બીજી ફિફ્ટી હતી.