IPL

સંજુ સેમસને શિખર ધવનને પછાડ્યો, 82 રનની ઇનિંગ રમીને ટોચ પર પહોંચ્યો

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ખૂબ સારા ફોર્મમાં છે અને હૈદરાબાદ સનરાઇઝર્સ સામે આઇપીએલ 2021ની 40 મી લીગ મેચમાં ટીમનો સ્કોર 164 સુધી લઇ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. અગાઉ પણ તેણે DC સામે અણનમ 70 રન બનાવ્યા હતા. સંજુએ સતત બે મેચમાં બે અડધી સદી ફટકારી હતી અને હૈદરાબાદ સામે તેની ઇનિંગના આધારે તેણે આઈપીએલ 2021માં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવનને પાછળ છોડી દીધો હતો. એટલું જ નહીં, પોતાની ઇનિંગના આધારે તેણે આઇપીએલમાં તેના 3,000 રન પણ પૂરા કર્યા.

હૈદરાબાદ સામે સંજુ સેમસન જબરદસ્ત ફોર્મમાં હતો અને તેણે 57 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 3 સિક્સર અને 7 ફોર ફટકારી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 143.86 હતો. આ ઇનિંગના આધારે, તે હવે સૌથી વધુ રન બનાવવાના મામલે IPL 2021માં નંબર વન પર પહોંચી ગયો છે અને શિખર ધવનને પાછળ છોડી દીધો છે. સંજુ સેમસન પાસે હવે આ સિઝનમાં કુલ 433 રન છે જ્યારે શિખર ધવનના 430 રન છે અને તે બીજા નંબરે આવ્યો છે.

IPL 2021માં સૌથી વધુ રન બનાવનાર

433 – સંજુ સેમસન

430 – શિખર ધવન

401 – કેએલ રાહુલ

394 – ફાફ ડુ પ્લેસિસ

362 – રૂતુરાજ ગાયકવાડ

આ ઉપરાંત IPLની આ સીઝનની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં સંજુ સેમસન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે અને તેનો આંકડો 266 પર પહોંચી ગયો છે.

Exit mobile version