સરફરાઝ ખાન IPL 2024માં પ્રવેશી શકે છે. તે ચેમ્પિયન ટીમમાં 3.60 કરોડ રૂપિયાના ખેલાડીની જગ્યા લઈ શકે છે. જણાવી દઈએ કે, ભારતીય વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ ખાન IPL ઓક્શન 2024માં વેચાયા વગરનો રહ્યો.
હરાજીમાં આ યુવા બેટ્સમેનની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ રૂપિયા હતી, આમ છતાં કોઈ ટીમે તેને ખરીદ્યો ન હતો, પરંતુ હવે સરફરાઝ સાથે જોડાયેલા એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. તે ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સનો ભાગ બની શકે છે.
IPL 2024 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આ દરમિયાન ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન રોબિન મિન્ઝ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. રોબિનને ગુજરાતે હરાજીમાં 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તાજેતરમાં જ તેનો અકસ્માત થયો હતો જેના કારણે તે આગામી આઈપીએલ સીઝન રમી શકશે નહીં. આ જ કારણ છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સરફરાઝ ખાનને ગુજરાત ટાઇટન્સ જેવો કોલ મળી શકે છે.
સરફરાઝ ખાનનો ભૂતકાળ ઘણો શાનદાર રહ્યો છે. તાજેતરમાં તેણે ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ઇંગ્લેન્ડ સામે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સરફરાઝે 3 મેચની 5 ઈનિંગમાં 3 અડધી સદી ફટકારી અને ટીમ માટે 200 રન બનાવ્યા. આ જ કારણ છે કે તે ફરી એકવાર હેડલાઇન્સમાં છે.
આ ઉપરાંત, ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. આ જમણા હાથના બેટ્સમેને 48 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 68.53ની એવરેજથી 4112 રન બનાવ્યા છે. લિસ્ટ ક્રિકેટમાં તેના નામે 27 ઇનિંગ્સમાં 629 રન છે. સરફરાઝ પાસે 50 IPL મેચોનો અનુભવ પણ છે, તેથી તે ગુજરાત ટાઇટન્સ માટે રિપ્લેસમેન્ટ વિકલ્પ તરીકે સારો વિકલ્પ બની શકે છે.