IPL

સ્કોટ સ્ટાઈરિસ: શુભમન ગિલને બહાર કરવો કોલકાતાની સૌથી મોટી ભૂલ

Pic- Tribune India

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસનું માનવું છે કે શુભમન ગિલને કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી બહાર કરવાનો નિર્ણય ફ્રેન્ચાઈઝી ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ ગણાશે. શુભમન ગિલ આ આઇપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

આઈપીએલ 2018 પહેલા કોલકાતાએ ગિલને ખરીદ્યો હતો. ગીલે બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ચાર વર્ષ વિતાવ્યા હતા. KKR એ IPL 2022 મેગા ઓક્શન પહેલા ગિલને રિલીઝ કર્યો હતો. જો કે, ગુજરાતની નજર ગિલ પર હતી અને તે ટીમનો ભાગ બન્યો હતો.

આ પછી શુભમન ગિલે જોરદાર પ્રદર્શન કરીને ટીમને સતત બીજી વખત ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્કોટ સ્ટાઈરિસે જિયો સિનેમાને કહ્યું, “મને હજુ પણ લાગે છે કે તેને KKRમાંથી મુક્ત કરવો એ કોઈપણ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ભૂલ છે. બીજી તરફ, કેએલ રાહુલને આરસીબીમાંથી બહાર કરવો એ બીજી મોટી ભૂલ હતી.”

Exit mobile version