આઈપીએલ 2024માં બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે હાઈ-સ્કોરિંગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન ઉપરાંત અભિષેક શર્માએ પણ તોફાની ઇનિંગ્સ રમી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. અભિષેક શર્માની આ ઈનિંગ બાદ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
યુવરાજ સિંહે લખ્યું હતું- ખાસ ચંપલ તમારી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહ અભિષેક શર્માના મેન્ટર છે. યુવરાજ સિંહે અભિષેક શર્માને ટ્રેનિંગ આપી છે અને અભિષેક શર્મા તેને પોતાના ગુરુ માને છે. યુવરાજ સિંહને અભિષેક શર્માનું આ રીતે આઉટ થવું ગમ્યું નહીં અને તેણે તેને મજાકિયા અંદાજમાં ખેંચી લીધો.
Waah sir Abhishek waah 👏🏻 great innings but what a splendid shot to get out on! Laaton ke bhoot baaton se nahi maante! Special 🩴 waiting for you now @IamAbhiSharma4
Great knock by Klassy #Klaasen! #SRHvMI #IPL2024— Yuvraj Singh (@YUVSTRONG12) March 27, 2024