IPL

દીપક ચહરની બોલિંગ જોઈને રવિ શાસ્ત્રીએ કહ્યું, ઉત્તમ સ્વીંગ દિપક….

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ દિપક ચહરની રમતની પ્રશંસા કરી હતી…

પંજાબ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઝડપી બોલર દીપક ચહરે તેની બોલિંગ થી પંજાબ કિંગ્સના હોશ ઉડાવી ધીધા હતા. ચહરે એક પછી એક પ્રથમ ચાર બેટ્સમેનને હાંકી નાખ્યા હતા. પંજાબની અડધી ટીમ માત્ર 26 રને ડગઆઉટમાં પરત આવી હતી. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ દિપક ચહરની રમતની પ્રશંસા કરી હતી.

દીપક ચહરે મેચમાં તેની ચાર ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દીપકે મયંક અગ્રવાલ, નિકોલસ પુરાન, ક્રિસ ગેલ અને દીપક હૂડાને આઉટ કર્યો.

રવિ શાસ્ત્રીએ દીપકના અભિનય પર ટિ્‌વટ કર્યું હતું કે, “દીપકે શાનદાર બોલિંગ કર્યું. કેટલો તફાવત છે. બંને તરફથી સ્વીંગ. ઉત્તમ દિપક.”

દીપક ચહરે ભારત તરફથી વનડે અને ટી 20 માં પ્રવેશ કર્યો છે. તેને ચેન્નાઈ તરફથી શાનદાર પ્રદર્શનના આધારે જ ભારત તરફથી રમવાની તક મળી. હાલમાં તેણે 13 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 વિકેટ ઝડપી છે. એ જ રીતે ત્રણ વનડેમાં તેની બે વિકેટ છે.

Exit mobile version