IPL

સેહવાગે ચેન્નઈ સુપર કિંગ્સને નવું નામ આપ્યું, તે સાંભળીને તમે ચોંકી જશો

આઈપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે ધોનીની ટીમ પ્લે ઓફમાં પહોંચી ન હોય…

 

પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. સેહવાગે તેમના શો વીરુમાં ચેન્નઈ અને મુંબઇ મેચ પહેલા ધોનીની ટીમને નવું નામ આપ્યું છે. ચેન્નાઈને અપાયેલું નવું નામ સાંભળીને તમને હસવું આવશે. સેહવાગે ચેન્નઈની ટીમને ‘વૃદ્ધ કલ્યાણ યોજના ટીમ’ તરીકે ઓળખાવ્યો હતો.

સેહવાગે તેના શોમાં કહ્યું કે ‘વૃદ્ધ કલ્યાણ યોજના ટીમ’ માટે આજની મેચ જીતવી જરૂરી છે. જો તે મુંબઇ સામે હારી જાય તો આઈપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે ધોનીની ટીમ પ્લે ઓફમાં પહોંચી ન હોય.

સેહવાગે પોતાના શોમાં ધોનીને સલાહ આપી છે કે તે રવિન્દ્ર જાડેજાને બેટિંગ ક્રમમાં મોકલો, કારણ કે તે હાલ સારી હાલતમાં લાગે છે. જાડેજાએ આ વર્ષે બોલિંગ અને બેટિંગ બંનેમાં પ્રદર્શન કરીને બતાવ્યું છે.

આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન અત્યંત સામાન્ય રહ્યું છે. ન તો ટીમના બેટ્સમેન રન બનાવવામાં સક્ષમ છે અને ન તો બોલરોને યોગ્ય સમયે વિકેટ મળી રહી છે.

Exit mobile version