અય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા અંગે શંકાસ્પદ છે…..
ઇંગ્લેન્ડ સામે પૂણેમાં મંગળવારે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે 66 રનનો મજબૂત વિજય હાંસલ કર્યો હતો. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના બે મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. રોહિત શર્મા બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે શ્રેયસ અય્યર ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. આ પછી બંને મેચમાં રમ્યા ન હતા. હવે એવા અહેવાલ છે કે અય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા અંગે શંકાસ્પદ છે.
UPDATE – Shreyas Iyer subluxated his left shoulder in the 8th over while fielding. He has been taken for further scans and won’t take any further part in the game.
Rohit Sharma was hit on the right elbow while batting and felt some pain later. He won’t take the field.#INDvENG pic.twitter.com/s8KINKvCl4
— BCCI (@BCCI) March 23, 2021
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરનો ડાબા ખભાનો હાડકો ફિલ્ડિંગ દરમિયાન લપસી ગઈ હતી. જેના પગલે 9 એપ્રિલથી આઈપીએલમાં શરૂ થનારી તેની રમત અંગે શંકાઓ ઊભી થઈ છે. તેની ઈજા એવી છે કે તેને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગશે. ઈજામાંથી સ્વસ્થ થયા પછી, તેણે માવજત મેળવવા માટે પુનર્વસન પર જવું પડશે.
– પીટીઆઈ

