ઈન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. અત્યાર સુધી દર વર્ષે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવતી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝન વર્ષ 2008માં રમાઈ હતી. 2008માં રમાયેલી પ્રથમ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબના શોન માર્શને 616 રન બનાવવા બદલ ઓરેન્જ કેપ મળી હતી. આ તાજ છેલ્લી સિઝન એટલે કે 2023માં શુભમન ગિલને આપવામાં આવ્યો હતો. ગિલે ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા 890 રન બનાવ્યા હતા.
એવા ખેલાડીઓની યાદી જણાવી રહ્યા છીએ જેમણે અત્યાર સુધી ઓરેન્જ કપ જીત્યો છે. ડેવિડ વોર્નરે ત્રણ વખત ઓરેન્જ કેપ જીતી છે જ્યારે ક્રિસ ગેલે બે વખત ઓરેન્જ કેપ જીતી છે. IPL સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 2016 IPLમાં 973 રન બનાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 શુક્રવાર, 22 માર્ચથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. BCCI અનુસાર, 22 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે 17 દિવસમાં 21 મેચ રમાશે. બાકીનું શેડ્યૂલ ભારતમાં સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત પછી જાહેર કરવામાં આવશે.
An elite list 🤩
Take a look at the Orange Cap winners over the years 🙌
And the winner for #TATAIPL 2024 will be ________ pic.twitter.com/UmB71ie3It
— IndianPremierLeague (@IPL) March 6, 2024