ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની મહત્વની મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈએ સ્કોર બોર્ડ પર 8 વિકેટે 129 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હીની શરૂઆત પણ નબળી રહી છે અને ટીમે પાવરપ્લેમાં ત્રણ મોટી વિકેટ ગુમાવી છે. શાનદાર ફોર્મમાં રહેલા શિખર ધવન કમનસીબ રહ્યો અને પોલાર્ડના સીધા થ્રો પર રન આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યા. આઇપીએલના ઇતિહાસમાં 16 મી વખત રન આઉટ થયા બાદ ધવન પેવેલિયન પરત ફર્યો હતો અને આ સાથે તેણે ગૌતમ ગંભીરની એક અજાણ્યા રેકોર્ડમાં બરાબરી કરી લીધી હતી.
RUN-OUT! ☝️
A fine effort in the field from @KieronPollard55 as his direct hit catches Shikhar Dhawan short of his crease. 👍 👍
Early strike for @mipaltan! 👏 👏 #VIVOIPL #MIvDC
Follow the match 👉 https://t.co/Kqs548PStW pic.twitter.com/NziMAdb72m
— IndianPremierLeague (@IPL) October 2, 2021
હકીકતમાં, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, ગબ્બર સૌથી વધુ રનઆઉટ માટે ગૌતમ ગંભીર સાથે સંયુક્ત રીતે પેવેલિયન પરત ફરવા માટે બેટ્સમેન બની ગયો છે. ધવન 16 મી વખત રન આઉટ થયો હતો. ગંભીર તેની IPL કારકિર્દી દરમિયાન 16 વખત રન આઉટ થયો હતો. આ શરમજનક યાદીમાં સુરેશ રૈનાનું નામ બીજા સ્થાને છે, જે 15 વખત રન આઉટ થયો છે.
Most times getting Runout in IPL
16 – Dhawan*
16 – Gambhir
15 – Raina#MIvsDC— CricBeat (@Cric_beat) October 2, 2021

