85 રનની ઇનિંગ ફટકારી હતી અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો…
દિલ્હી કેપિટલ્સે રીષભ પંતની કપ્તાની હેઠળ શાનદાર શરૂઆત કરી હતી અને સીએસકે સામે જીત મેળવી હતી અને ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રવેશ કર્યો હતો. ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવનની ઇનિંગ્સે પણ દિલ્હીની જીતમાં ફાળો આપ્યો હતો અને તેણે આ મેચમાં 2 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. દિલ્હીએ આ મેચ સીએસકે સામે 7 વિકેટથી જીતી હતી.
શિખર ધવને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો:
ધવને સીએસકે સામે 85 રનની ઇનિંગ ફટકારી હતી અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. આઇપીએલમાં હવે તે સીએસકે સામે સૌથી વધુ રન બનાવવાની દ્રષ્ટિએ પ્રથમ નંબરે પહોંચી ગયો છે. અગાઉ વિરાટ કોહલી પ્રથમ સ્થાને હતો.
આઈપીએલમાં સીએસકે સામે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન:
910 રન – શિખર ધવન
901 રન – વિરાટ કોહલી
749 રન- રોહિત શર્મા
617 રન- ડેવિડ વોર્નર
593 રન – એબી ડી વિલિયર્સ
590 રન- રોબિન ઉથપ્પા
શિખર ધવને આઈપીએલમાં સીએસકે સામે 8 મી વખત 50 થી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ આ કામ કર્યું છે અને આ બંને બેટ્સમેનોએ 8-8 વખત સીએસકે સામે આઇપીએલમાં 50 થી વધુ રન બનાવ્યા છે. હવે આ મામલે બંને બેટ્સમેન સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવ્યા છે.

