IPL

મુંબઈ ઈન્ડિયન્સને આંચકો, આ ઝડપી બોલર IPL 2023માંથી બહાર

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન હેમસ્ટ્રિંગ (સ્નાયુમાં ખેંચાણ) સર્જરીને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

રિચર્ડસન 31 માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવાનો હતો. ઈજાના કારણે તે ભારત સામે 17 માર્ચથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ગયા અઠવાડિયે તેની સર્જરી થઈ હતી. રિચર્ડસને ટ્વીટ કર્યું, “ઈજાઓ ક્રિકેટનો મોટો ભાગ છે, તે હકીકત છે, પરંતુ નિરાશાજનક છે.”

26 વર્ષીય બોલરે કહ્યું, ‘જોકે, હવે હું એવી સ્થિતિમાં છું જ્યાં હું મારી પસંદગીની વસ્તુઓ કરી શકું છું. હું વધુ સારો ખેલાડી બનવા માટે સખત મહેનત કરતો રહીશ. એક ડગલું પાછળ, બે ડગલું આગળ. ચાલો તે કરીએ.’

Exit mobile version