દિલ્હી કેપિટલ્સની ટીમ માટે, IPL 2021ના બીજા તબક્કાથી શરૂ થનારી મેચ પહેલા ટીમ માટે એક મોટી ખુશખબરી બહાર આવી રહી છે. હકીકતમાં, ભારતનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક મેચોમાં પરત ફરવા માટે સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા છે અને 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કામાં રમવા માટે તૈયાર છે.
અય્યર ફરીથી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે, જેણે તેના નેતૃત્વમાં 2020માં પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.રિષભ પંતે ઈજા બાદ 2021માં ટીમની કેપ્ટનશીપ કરી હતી. બાયો-સુરક્ષિત વાતાવરણમાં કોવિડ -19 ના કેસોની તપાસને કારણે આઈપીએલ અધવચ્ચે મોકૂફ રાખવામાં આવી હતી. 26 વર્ષીય અય્યરે ભારત માટે અત્યાર સુધી 22 વનડે અને 29 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
BCCIના સૂત્રોએ ગુપ્તતાની શરતે પીટીઆઈને કહ્યું- હા, NCA એ શ્રેયસને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે. તે એક સપ્તાહ માટે બેંગલુરુના એનસીએમાં રહ્યો હતો અને થોડા દિવસો પહેલા તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મેડિકલ અને ફિઝિકલ પરિમાણો પાસ કર્યા બાદ હવે તે મેચ રમવા માટે તૈયાર છે.

