ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન શુભમન ગિલે IPLમાં પ્રથમ સદી ફટકારી છે. તેણે આ સિદ્ધિ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાંસલ કરી હતી, તે સદી ફટકારનાર ગુજરાત ટાઈટન્સનો પ્રથમ બેટ્સમેન છે, જ્યારે આઈપીએલ 2023માં સદી ફટકારનાર તે છઠ્ઠો બેટ્સમેન બન્યો છે.
શુભમન ગિલે 56 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સદીની ઇનિંગ્સમાં તેણે 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. , આ મેચમાં શુભમન ગિલે 58 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તે ગુજરાત ટાઇટન્સ માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ગિલના નામે હતો. ગિલે વર્ષ 2022માં પંજાબ કિંગ્સ સામે 96 રનની ઇનિંગ રમી હતી.
ગિલ ગુજરાત ટાઇટન્સ તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો:
101 રન – શુભમન ગિલ vs SRH, અમદાવાદ – આજે
96 રન – શુભમન ગિલ વિ PBKS, મુંબઈ BS 2022
94 અણનમ – ડેવિડ મિલર વિ CSK, પુણે 2022
94 અણનમ – શુભમન ગિલ વિ એલએસજી, અમદાવાદ 2023
IPLની આ સિઝનમાં સદી ફટકારનાર બેટ્સમેનઃ
હેરી બ્રુક – 100 રન vs KKR
વેંકટેશ અય્યર – 104 રન vs MI
યશસ્વી જયસ્વાલ – 124 રન vs MI
સૂર્ય કુમાર યાદવ – 103 રન vs GT
પ્રભસિમરન સિંહ – 102 રન vs DC
શુભમન ગિલ – 101 રન vs SRH
𝙈𝘼𝙄𝘿𝙀𝙉 𝙄𝙋𝙇 𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔! 💯
A magnificent TON comes up for @ShubmanGill 👏🏻👏🏻 #TATAIPL | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/YZHhiw8RkN
— IndianPremierLeague (@IPL) May 15, 2023