IPL

‘સિક્સર કિંગ’ રોહિતે IPLમાં રચ્યો ઈતિહાસ, પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

Pic- The Sports Rush

IPL 2023ની 31મી મેચમાં ભલે મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. PBKS સામે, હિટમેને 27 બોલમાં 4 ચોગ્ગા અને 3 આકાશી છગ્ગા ફટકારીને 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ ત્રણ છગ્ગા સાથે રોહિત શર્માએ આઈપીએલમાં 250 છગ્ગા પૂરા કર્યા અને આ માઈલસ્ટોન સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો. હા, રોહિત શર્મા પહેલા માત્ર બે બેટ્સમેનોએ IPLમાં 250 સિક્સરનો આંકડો સ્પર્શ કર્યો હતો અને તે બંને ભારતીય નહોતા.

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ યુનિવર્સ બોસ ક્રિસ ગેલના નામે છે. વેસ્ટ ઈન્ડિઝના આ ધમાકેદાર ઓપનરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમેલી 141 ઈનિંગ્સમાં સૌથી વધુ 347 સિક્સર ફટકારી હતી. બીજી તરફ 251 સિક્સર ફટકારવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે. આ બંને બેટ્સમેન હવે IPL નથી રમે, તેથી રોહિત પાસે IPLમાં સિક્સર કિંગ બનવાની શાનદાર તક છે.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ-

ક્રિસ ગેલ – 357
એબી ડી વિલિયર્સ – 251
રોહિત શર્મા – 250*
એમએસ ધોની – 235
વિરાટ કોહલી – 229

Exit mobile version