એક ઈન્ટરવ્યુમાં સોહેલ તનવીરે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે IPL 2008માં રાજસ્થાન રોયલ્સ સાથે પહેલીવાર જોડાયો હતો, ત્યારે તેને લલિત મોદીના ફોન પર પાકિસ્તાનથી ભારત આવવા માટે કહેવામાં આવ્યું હતું. તનવીરે કહ્યું કે જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે હું તે સમયે પાકિસ્તાનમાં હતો, મને ટીમ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે જરૂર પડશે ત્યારે તમને બોલાવવામાં આવશે, પરંતુ આ દરમિયાન મને લલિત મોદીનો ફોન આવ્યો કે તમારે જલદી ભારત આવવું પડશે.
સોહેલ તનવીરે કહ્યું, હું ભારત પહોંચ્યો તે પહેલા મારી ટીમ દિલ્હીના હાથે એક મેચ હારી ગઈ હતી, અમારી બીજી મેચ હૈદરાબાદમાં હતી, જ્યાં હું ટીમ સાથે જોડાયો હતો. હૈદરાબાદમાં પણ મને રમવાની તક ન મળી, પરંતુ ટીમ જીતી ગઈ. શેન વોર્ને કહ્યું હતું કે, તમે હમણાં જ આવ્યા છો, આરામ કરો, ચાલો જોઈએ, પરંતુ તે પછી વોર્ને મને આગલી મેચ પહેલા નેટ્સમાં બોલિંગ કરતો જોયો અને પછી આવીને કહ્યું કે આજથી તમે દરેક મેચ રમશો.
જણાવી દઈએ કે સોહેલ તનવીરે IPL 2008માં સૌથી વધુ વિકેટ લીધી હતી અને તેની ટીમ રાજસ્થાન રોયલ્સે ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.