IPL

IPL પહેલા SRHને આંચકો લાગ્યો, પ્રથમ ત્રણ મેચ નહીં રમે આ જાદુઈ બોલર

Pic- rcb

શ્રીલંકાની T20 ટીમના કેપ્ટન અને સ્પિન બોલર વાનિન્દુ હસરંગાની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે, જેના કારણે તે IPLની પ્રથમ ત્રણ મેચનો ભાગ નહીં હોય. હસરંગાએ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ હવે તેણે નિવૃત્તિ પાછી લઈ લીધી છે.

શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 22 માર્ચથી ટેસ્ટ સિરીઝ રમાશે જે 3 એપ્રિલ સુધી ચાલશે.

આ વખતે આઈપીએલની હરાજીમાં હસરંગાને સનરાઈઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, હસરંગા 5 એપ્રિલે રમાનારી હૈદરાબાદની ચોથી મેચથી ટીમ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

આઈપીએલના માત્ર બે અઠવાડિયાના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 23 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે, જ્યારે 27 માર્ચે તેણે હૈદરાબાદમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાનું છે, ત્યારબાદ 31 માર્ચે તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે.

ODI અને T20 ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે હસરંગાએ ઓગસ્ટ 2023માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હસરંગા હાલમાં શ્રીલંકાની T20 ટીમના કેપ્ટન છે અને આ વર્ષે રમાનારી T20 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે.

વાનિંદુ હસરંગા ગયા વર્ષે RCB તરફથી IPL રમી રહ્યો હતો. હસરંગા ન તો બેટથી ટીમ માટે કંઈ કરી શક્યો ન હતો અને ન તો બોલિંગમાં પોતાની અસર છોડી શક્યો.

Exit mobile version