IPL 2023ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો હતો જેમાં ધોનીની ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા.
જવાબમાં ગુજરાતની ટીમે 179 રનનો ટાર્ગેટ 4 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ રીતે ગુજરાતની ટીમ ત્રીજી વખત ચેન્નાઈને હરાવવામાં સફળ રહી.
આ મેચમાં હારની સાથે જ ચેન્નાઈના પ્રશંસકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ધોનીની ઈજાના મોટા સમાચાર સામે આવ્યા.વાસ્તવમાં, આ મેચ દરમિયાન ધોની વિકેટની પાછળ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. દીપક ચહરના બોલ પર રાહુલ તેવટિયાએ શોટ રમ્યો હતો, જેને રોકવા માટે ધોની કૂદી ગયો હતો. આ દરમિયાન તે જમીન પર પડી જતાં તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. ધોની કેટલાક સમયથી પીડામાં જોવા મળ્યો હતો. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે ધોની આગામી મેચ રમી શકશે નહીં પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના કોચે કેપ્ટનની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે.
સ્ટીફન ફ્લેમિંગે ધોની વિશે કહ્યું, “એમએસ ધોનીને માત્ર 19મી ઓવરમાં જ ખેંચાણ હતી, ઘૂંટણની કોઈ સમસ્યા નથી, તે આ ઉંમરે તેની મર્યાદા જાણે છે પરંતુ તેમ છતાં તે એક મહાન કેપ્ટન છે, તે બેટ વડે ભૂમિકા ભજવશે, તે એક અનુભવી ખેલાડી છે. મેદાન પર અમારા માટે ખૂબ મૂલ્યવાન છે.”
Stephen Fleming :
"It was just cramps, not the knee issue for MS Dhoni in the 19th over, he knows his limitations at this age but still a great leader, will play a role with bat, a legend and very valuable player to have in the field,"@MSDhoni #MSDhoni #WhistlePodu
— MSDian™ (@ItzThanesh) April 1, 2023