વિરાટ કોહલીએ IPL 2021 પછી RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તે હવે ટીમ ઈન્ડિયાનો પણ કેપ્ટન નથી. એટલે કે વિરાટ કોહલી કેપ્ટનશિપની જવાબદારીમાંથી સંપૂર્ણપણે મુક્ત છે, તેથી સ્વાભાવિક છે કે ક્રિકેટ ચાહકો હવે તેના બેટ્સમેન તરીકે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
કોહલી પાસે IPL 2022માં સારું પ્રદર્શન કરવાની શાનદાર તક છે. ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે IPL 2022માં વિરાટ કોહલી કેવું પ્રદર્શન કરશે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન બદલવાથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિરાટ કોહલીની 2016 સીઝન જેવી જ જોવા મળશે જેમાં તેણે 900 થી વધુ રન બનાવ્યા હતા. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રવિવારે IPL 15 ની શરૂઆતની મેચમાં RCB પંજાબ કિંગ્સ સામે ટકરાશે ત્યારે કોહલી ધ્યાનનું કેન્દ્ર બનશે, જોકે આ વખતે તે એક ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે.
IPLના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સના એક એપિસોડ ‘ગેમપ્લાન’માં બોલતા ગાવસ્કરે કહ્યું કે આ સમયે અમને ખબર નથી કે કોહલી ફરીથી કેપ્ટનશીપ સંભાળશે કે નહીં. ક્યારેક કોઈ ખેલાડી જ્યારે કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે સારું કરે છે કારણ કે તે અન્ય 10 ખેલાડીઓ વિશે વિચારતો નથી.
ગાવસ્કરે કહ્યું કે આ સિઝનમાં આપણે 2016ની સિઝનના કોહલીને જોઈ શકીએ છીએ જેમાં તેણે IPL સિઝનમાં લગભગ 1000 રન બનાવ્યા હતા.