IPL 2024ની પ્રથમ મેચમાં CSKએ RCBને 6 વિકેટથી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં CSKની શરૂઆત શાનદાર રહી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ જે રીતે રમી હતી તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વખતે પણ CSK ખિતાબ જીતવાની દાવેદાર છે.
આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે IPL 2024ના ચેમ્પિયનને લઈને ભવિષ્યવાણી કરી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતી વખતે ગાવસ્કરે IPL 2024 વિશે ભવિષ્યવાણી કરી છે. ગાવસ્કરે આગાહી કરી છે કે મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બનશે અને CSK નહીં. ગાવસ્કરે કહ્યું, “હું મુંબઈનો છું તેથી હું ઈચ્છું છું કે MI ટાઈટલ જીતે પરંતુ મારું દિલ થાલા (CSK) સાથે છે”.
IPL વિજેતા ટીમની વાત કરીએ તો CSK અને મુંબઈ ઈન્ડિયન્સ 5-5 વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. આ સિવાય KKR ટીમે બે વખત IPL ટાઈટલ જીતીને અજાયબીઓ કરી છે. રાજસ્થાન રોયલ્સે એક વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. (2008 થી 2024 સુધીની આઈપીએલ વિનર્સની યાદી) આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ (1), ડેક્કન ચાર્જર્સ (1) અને ગુજરાત ટાઈટન્સની ટીમો એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે.
Star Sports experts prediction for IPL 2024 Champions:
Ambati Rayudu – CSK.
Kevin Pietersen – Punjab Kings.
Harbhajan Singh- CSK.
Brian Lara – KKR.
Ravi Shastri – Mumbai Indians.
Sunil Gavaskar – Mumbai Indians. pic.twitter.com/P5gRilPibH— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2024